Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વડોદરામાં નજીવી બાબતે યુવક પર લાકડીના ફટકા મારી જીવલેણ હુમલો થતા ફરિયાદ

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા યુવકે તેની સાસુને ઘરઆંગણે સફાઈ કરતા અટકાવતી મહિલાના સમજાવવાનો પ્રયાસ કરતા મહિલાના પતિએ યુવકના માથામાં લાકડી ફટકારી હતી.

દંતેશ્વર વિસ્તારના બજરંગનગરમાં રહેતા સુરેશભાઈ મહાબલેની સાસુ રમાબેન બપોરના સમયે તેમના પાડોશમાં રહેતા કનુ રાજાભાઈ ભરવાડના ઢોરોએ ઘરઆંગણે પાડેલુ છાણ સાફ કરતા હતા તે સમયે કનુ ભરવાડની પત્નીએ આ છાણ તમારે સાફ કરવાનું નથી તેમ કહી તેમને અટકાવ્યા હતા. સુરેશભાઈ કનુની પત્નીને સમજાવતા હતા તે સમયે કનુભાઈ રાજાભાઈ ભરવાડ હાથમાં લાકડી લઈ ત્યાં ધસી ગયો હતો.

 

(5:44 pm IST)