Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વડોદરા નજીક ટ્રેલરની તોડફોડ કરનાર કર્મચારીને ઢોરમાર મારી બે બાઇકસવાર રફુચક્કર

વડોદરા:શહેર નજીક દશરથ ગામ પાસે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીને બાઈકસવાર બે યુવકોએ ટ્રેલર કોનું છે તેમ પુછ્યા બાદ ટ્રેલરની તોડફોડ કરી હતી અને કર્મચારીને માર મારી બંને યુવકો ફરાર થયા હતા.

છાણી-દુમાડરોડ પર શિવાલીક સોસાયટીમાં રહેતા અમીતકુમાર સિંહ દશરથ વેરહાઉસ વાળા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત રવિવારની રાત્રે તે તેની ઓફિસ નજીક ગોલ્ડન હોર્ન કંટેનર યાર્ડમાં ગાડીમાં માલ ભરાવવા માટે ગયા હતા. રોડ પર તેની કંપનીનું ટ્રેલર ઉભુ હતું તેની પાસે પલ્સર બાઈક પર આવેલા બે યુવકોએ તેને ટ્રેલર કોણે રોડ પર ઉભું રાખ્યું છે તેમ પુછ્યું હતું. તેણે આ અમારી કંપનીનું ટ્રેલર છે તેવું કહેતા જ બંને યુવકોએ ટ્રેલરના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા અને અમિતકુમારને અપશબ્દો બોલી બંને જાણ રવાના થયા હતા. 

 

(5:43 pm IST)