Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વડોદરામાં વધુ એક ઘાયલ હરણનું શ્વાનના હાથે મોત નિપજતા તંત્રમાં ભાગદોડ

વડોદરા: મ્યુનિસિપલ કાર્પોરેશન હસ્તકના ઝૂુમા ત્રણ દિવસ અગાઉ વહેલી સવારે હરણના પાંજરામા ચાર કુતરા ત્રાટકયા હતા અને ભાગદોડ મચી હતી .અફરાતફરીમાં ૬ કાળીયાર પ્રજાતિના હરણના મોત થયા હતા અને બે ગંભીર ઘાયલ થયા હતા .જેમાંથી એક ઘાયલ હરણનું ગઈકાલે મોત થતા કુતરાએ કરેલા હુમલામાં હરણા મૃત્યુનો આંક વધીને સાત પર પહોંચ્યો છે .

કુતરાના હુમલા બાદ હરણની પાછળ કુતરા પડતા પાંજરામાં હવે ભાગદોડ મચાવી દીધી હતી . જેમાં જ્યાં અથડાવાના કારણે અને ગભરાટમાં કુદરતી કારણોસર છ ના મોત થયા હતા .કૂતરાઓએ હરણને બચકા ભર્યા હતા પરંતુ કૂતરા કરડવાથી હરણનાં મોત થયા નથી. આમ છતાં સાચું કારણ આણંદની વેટરનરી કોલેજમાંથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે .આ ઘટનામાં હરણ ગંભીર ઘાયલ થયા હતા અને તેઓની હાલત કટોકટીભરી બની હતી .જેમાંથી એકનું ગઈકાલે મોત થયું હતું .હરણને મૃતદેહન ગ્રેવયાર્ડમાં ે  માં અગ્નિદાહ આપી અંતિમવિધિ કરી હતી. હજુ એક ઘાયલ હરણની હાલત ખૂબ નાજુક છે .

 

(5:42 pm IST)