Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સાબરમતીમાં નદીમાં સંતાડેલ 64 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

અમદાવાદ:મોટેરા સ્ટેડિયમ પાછળ સાબરમતી નદીના પટમાં ખાડો ખોદીને સંતાડેલી રૃ. ૬૪,૫૦૦ ની કિંમતની ૨૧૬ બોટલો કબજે કરી હતી. જોકે નવાઈની વાત એ છે કે પોલીસને આરોપીનો પતો લાગ્યો ન હતો.

સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસને માહિતી મળી હતી કે મોટેરા સ્ટેડિયમ પાછળ સાબરમતી નદીના પટમાં મિતેષ ફર્ફે રોહીત જાડેજા (છારા) એ ખાડો ખોદીને વિદેશી દારૃની બોટલો સંતાડી છે.

જેને આધારે પોલીસે અહીં તપાસ કરતા ત્રણ ખાડા ખોદીને બોટલો સંતાડી હોવાનું જણાયું હતું. પોલીસે ત્રણેય ખાડામાંથી રૃ. ૬૪,૮૦૦ ની કિંમતની દારૃની ૨૧૬ બોટલો મળી આવી હતી. જોકે આરોપી મિતેષ જાડેજાનો પતો લાગ્યો ન હતો. આમ પોલીસને ખાડામાં બોટલો સંતાડી હોવાની માહિતી કોણે આપી અને આરોપી કેમ ન ઝડપાયો તે અંગે શંકા સેવાઈ રહી છે.

(5:41 pm IST)