Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

LRD પેપર લીક : દિલ્હીનો મુખ્ય સૂત્રધાર પણ ગુજરાતી ! વોટ્સએપ પર ખેલાયો હતો મોટો ખેલ

LRD પેપર લીક કરવા માટેનો પ્લાન ત્રંમ્બકેશ્વર મંદિરમાં ઘડાયો હતો

નવી દિલ્હી તા. ૪ : પોલીસમાં લોક રક્ષક દળના જવાનો માટે યોજાયેલી પરીક્ષાનું પેપર રવિવારે લીક થયા બાદ પોલીસ તંત્રએ ચાર આરોપીની ધરપકડ કરી છે. પાંચમો આરોપી જે ફરાર હજી ફરાર છે. તેમાં મહત્વની માહિતી મળી રહી છે. આ મામલામાં મૂળ ગુજરાતી અને હાલ દિલ્હીમાં રહેતા એક જણની પૂછપરછ શરુ કરવામાં આવી છે. હાલ પાંચથી છ લોકોની પૂછ પરછ થઇ રહી છે. તેવું પણ જાણવા મળ્ચું છે કે LRD પેપર લીક કરવા માટેનો પ્લાન ત્રમ્બકેશ્વર મંદિરમાં ઘડાયો હતો.

રૂપલ શર્મા ત્રણ ધારાસભ્ય સાથે સતત સંપર્કમાં હતી. આ કાંડ કરવા માટે વ્હોટ્સએપમાં ૨૦ જાણનું ગ્રુપ બનાવું હતું. આવા અનેક ગ્રુપ બનાવવામાં આવ્યાં હતાં. એકના ૫ લાખ એટલે એક ગ્રુપના ૧ કરોડ થાય.

પી વી પટેલે રૂપલને પણ આ ગ્રુપમાં એડ કરી હતી. રૂપલ શર્માએ ખરાઈ કરવા માટે PSI બોરાણાને ઉત્ત્।રવહી બતાવી હતી. જે પછી વિકાસ સહાયને જાણ કરાઈ હતી અને આખો કાંડ સામે આવ્યો હતો.

આમાં એક એવી પણ વાત સામે આવી છે કે યશપાલસિંહે નવેમ્બર મહિનામાં એક નુવું સિમ કાર્ડ લીધું હતું. યશપાલના એક મોબાઇલ ફોન નંબર પર ચાલતા વોટ્સ એપનું લાસ્ટ સીન ગત તા.૭ ઓકટોબરનું બતાવે છે. આ નંબરથી યશપાલ સોલંકીએ વોટ્સ એપનો ઉપયોગ કર્યો ન હોય તે વાતમાં કોઇ દમ નથી. યશપાલ સોલંકીએ પેપર લીક પ્રકરણમાં એકથી વધુ મોબાઇલ ફોન નંબર અથવા ડમી સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાની શકયતા હોય શકે છે. હાલ તો આ પ્રકરણ બાદ સૂત્રધાર યશપાલ ભૂર્ગભમાં ઊતરી ગયો છે.

ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસની ટીમો પણ નાકાબંધી કરી વાહન ચેકિંગમાં જોડાઇ હતી.પરંતુ,યશપાલસિંહનો પત્ત્।ો લાગ્યો નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે તે દક્ષિણ ગુજરાતમાં છુપાયો હોવાની આશંકા છે. મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીને લઈ ને ગાંધીનગર પોલીસ વધુ સક્રિય છે. ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમે સાઉથ ગુજરાતમા તપાસ કરી રહ્યાં છે. યશપાલ નજીકના સમયમાં પોલીસ ગિરફતમાં હશે તેવો પોલીસનો દાવો છે.

(3:59 pm IST)