Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પેપર ફુટવા પર ઢાંકપીછોડો નહિ, પરીક્ષા રદનો સરકારનો નિર્ણય હિમ્મતભર્યો

લાયક ઉમેદવારને અન્યાય ન થાય તે માટે સરકારે બીજો વિકલ્પ પસંદ કર્યો

રાજકોટ તા.૪: રાજય સરકાર દ્વારા લોકપ્રહરી (પોલીસ કોન્સ્ટેબલ)ની પરીક્ષાનું પેપર પરીક્ષાના દિવસે જ ફુટી જતા સરકારની પ્રતિષ્ઠાને મોટી અસર પહોંચી છે પણ સિક્કાની બીજી બાજુ જોતા સરકારે સમય, શકિત અને પૈસાના વ્યયની પરવા કર્યા વિના લાયક ઉમેદવારોને ન્યાય અપાવવા પરીક્ષા રદનો નિર્ણય કર્યો છે. સરકારનો આ નિર્ણય હિમ્મતભર્યો ગણાય છે.

સરકારી સૂત્રોનો દાવો છે કે રવિવારે પરીક્ષાની થોડી કલાકો પૂર્વે પેપર લીક થયું તેની બહુ મર્યાદિત લોકોને ખબર હતી સરકારે ધાર્યું હોત તો આ બાબતે આંખ આડા કાન કરીને પરીક્ષા લઇ શકાય હોત. જો તેમ થયું હોત તો ભીનું સંકેલાઇ જવાથી કેટલાય લાયક ઉમેદવારોને અન્યાય થયો હોત અને ફુટેલા પેપરના લાભાર્થીઓ સરકારી નોકરી મેળવવાનો રસ્તો ખુલી ગયો હોત. અધિકારીઓએ બે વિકલ્પો રજુ કરેલ. એક વિકલ્પ પેપર ફુટયા પછી પણ તેને દબાવી દઇને પરીક્ષા લઇ લેવાનો હતો અને બીજો વિકલ્પ પરીક્ષા જ રદ કરવાનો હતો. સરકારે કોઇને અન્યાય ન થાય તે માટે પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

પેપર ફુટી જવાથી સરકાર અને ઉમેદવારોએ ઘણું સહન કરવું પડયું છે તેથી સરકાર સમગ્ર પ્રકરણનાં મૂળ સુધી જવા માંગે છે.

(3:51 pm IST)