Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

આ વર્ષે ઘઉં મોંઘા બને તેવી શકયતા

વાવેતરમાં ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો

અમદાવાદ તા. ૪ : આ વર્ષે મેઘમહેર જોઇએ તેવી નહીં થવાના કારણે તેની માઠી અસર શિયાળુ વાવેતરને થઇ છે. શિયાળાની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં હજુ પણ ૬૦ ટકા શિયાળુ વાવેતર બાકી હોય છે. ઘઉંના ઉત્પાદનને મોટો ફટકો પડતાં ગૃહિણીઓને ઉનાળામાં ભરવાના થતા બારમાસી ઘઉં મોંઘા પડશે. ઓછા ઉત્પાદનના પગલે ઘઉંના ભાવમાં વધારો હવે નિશ્ચિત બન્યો છે.શિયાળુ પાક વાવેતરની સમય મર્યાદા પૂરી થવાની તૈયારીમાં છે. એક તો ઓછો વરસાદ અને બીજું શિયાળો પણ પૂરતા પ્રમાણમાં જામ્યો નથી. બંને પરિબળો પ્રતિકૂળ હોઇને શિયાળુ પાકનું વાવેતર સામાન્ય કરતા અર્ધુ થયું છે.

કેટલાક પાકોના ૭૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છ. અન્ય પરિસ્થિતિમાં આગામી સમયમાં કટોળ, મસાલા અને અનાજના ભાવમાં ગંભીર અછતની સ્થિતિ સર્જાશે, જેથી ભાવોમાં પણ વધારો થશે.

ઘઉંનું વાવેતર આ સિઝનમાં ૬૦ ટકા ઘટ્યું છે. ધાણા, જીરુ, ચણા, રાયડો વગેરે પાકોનું વાવેતર ગંભીર રીતે ઘટ્યું છે. ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનના મામલે ગુજરાત ૭મા ક્રમે છે.

દેશના કુલ ઉત્પાદનના ૩.પ ટકા ઘઉંનું વાવેતર ગુજરાતમાં થાય છે. જેમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. જયારે દુરમ ઘઉંના મોટા ભાગે બેકરી આઇટમમાં વપરાય છે. મોટા ભાગની ગૃહિણીઓ સિઝનના બારમાસી ઘઉં ભરી દે છે. મસાલા અને ઘઉં મોટા ભાગે વધુ પ્રમાણમાં સંગ્રહ થાય છે.

ભાલના ઘઉં પ્રખ્યાત અને લોકપ્રિય છે પરંતુ આ વર્ષે ગૃહિણીઓને સિઝનમાં ભરવાના થતા ઘઉં મોંઘા પડશે. ગત વર્ષે બજારમાં સામાન્ય ભાલિયા ઘઉં ૬૦૦ થી ૮૦૦ રૂ. ર૦ કિલોના ભાવે મળતા હતા જે હવે ૮૦૦ થી ૧૦૦૦ના ભાવે વેચાણ થવાની શકયતા છે. જયારે સાદા પિયત ઘઉં ૩પ૦થી ૩૮૦ ર૦ કિલોના ભાવે મળતા તે આ વર્ષે ૪૦૦ થી ૪૮૦ના ભાવે મળવાની શકયતા છે.

(3:39 pm IST)