Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સુરત ઉધના લક્ષ્‍મીનારાયણ મંદિર નજીક તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી

ગરમ કપડામાંનવજાતના કમરની નીચેની ભાગ અને બન્ને પગ કાળા રંગથી રંગાયેલા

સુરત ઉધના લક્ષ્‍મીનારાયણ મંદિર નજીકથી એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી હતી.વહેલી સવારે બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. રાહદારીએ રોડની બાજુમાં પડેલી એક ગરમ શાલમાંથી રડતા બાળકનો અવાજ સાંભળીને તપાસ કરતા બાળકી મળી આવી હતી. બાળકીના કમરની નીચેનો ભાગ અને બન્ને પગ કાળા કલરથી રંગાયેલા હતા .

  નવજાત બાળકીના કમરની નીચે અને બંને પગ કાળા કલરથી રંગાયેલા હતા. હાથ લગાડતા હાથ પણ કાળા થઈ ગયા હતા. હાલ બાળકીની તબિયત નાજુક હોવાથી તાત્કાલિક NICU માં દાખલ કરાઈ છે. જોકે ફૂલ જેવી બાળકીને ત્યજી દેનાર માતા સામે લોકોએ ફિટકાર વરસાવી ગંભીર પગલાં લેવાઈ તેમ કહેતા હતા.

  ધર્મેન્દ્ર (108, EMT પાંડેસરા) એ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે 8:09 હતો. એક બાળકી બિનવારસી હાલતમાં ઉધના લક્ષ્‍મીનારાયણ મંદિર પાસેની કચરા પેટી પાસેથી મળી આવી હોવાનું કોલરે જણાવ્યું હતું. કોલ મળતા જ પાઇલોટ કરણ આહીર સાથે તેમની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોની ભીડ વચ્ચે રોડ બાજુએ એક ગરમ કપડામાં નવજાત બાળકીને લોકો વ્હાલ કરતા હતા. પિક કલરની બેબી ટોપ ને લઈ કહી શકાય કે બાળકીનો જન્મ કોઈ હોસ્પિટલમાં થયો હોવો જોઈએ. જેથી ન્યુ બોન બેબીને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

 

(5:41 pm IST)