Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભરૂચમાં દબાણ હટાવ કામગીરી :ટ્રાફિકમાં અવરોધક દબાણ દૂર કરાયા

ભરુચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. જેમાં દાંડિયા બજાર, ધોળીકુઈથી લાલબજાર વિસ્તાર સુધીના દબાણ હટાવી દેવામાં આવ્યા હતા.

  ભરુચ શહેરમાં તાજેતરમાં ટ્રાફિકના નિયમોનું સખ્ત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે ટ્રાફિકમાં અવરોધ કરતા વાહનોને દંડ ફટાકારીને ડિટેન કરવામાં આવી રહ્યા છે ભરુચ નગરપાલિકા દ્વારા જે દુકાનદારો એ ટ્રાફિકને નડતરરૂપ દબાણો કર્યા છે તેની ઉપર પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે

  . ભરુચ નગરપાલિકામાં આવતા વિસ્તારોમાં આ ઝૂંબેશ અવિરત પણે ચાલતું રહેશે તેવું આ ઝૂંબેશમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં નગરપાલિકાના આઈએસ નિરાંત પરીખ, સલીમ દરોગા તથા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. પોલીસ અને પાલિકાનાં સહયોગથી આ દબાણો હટાવવામાં આવ્યા હતા

(5:39 pm IST)