Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વાઘોડીયા પોલીસ મથકમાં PSIની ઓફિસમાં લાગી આગ : ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ

કાર્યાલયનું રાચ રચીલું બળીને ખાખ: આગ શૉર્ટ સરકીટથી લાગી હોવાનું તારણ

વડોદરા :જિલ્લાનાં વાઘોડિયા પોલિસ મથકમાં આગ લાગી હતી  જે અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ પોલીસ મથકમાં ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું.

ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ વડોદરા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવતા વાઘોડિયા પોલીસ મથકમાં આઝરોજ આગની ઘટના પ્રકાશમાં આવી હતી. આ આગ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના કાર્યાલયમાં લાગી હતી. આગ વિકરાણ સ્વરૂપ લે તે પહેલાં ગેલ ઈન્ડીયા તેમજ વડોદરા ફાઈર ફાઈટરને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

દોડી આવી હતી. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કાર્યાલયમાં લાગેલી ભીષણ આગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરના કાર્યાલયનું રાચ રચીલું બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં હાશકારો સૌએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તબક્કે આગ શૉર્ટ સરકીટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે.

(2:19 pm IST)