Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પેપરલીક મામલે આરોપીઓનું મેડિકલ ચેકઅપ :ચાર શખ્સોની પૂછપરછ

સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શનથાય તેવી શક્યતા : યશપાલ હજુ ફરાર

અમદાવાદ :લોકરક્ષકની ભરતીના પેપર લીક મામલે ઝડપાયેલા આરોપીઓનું મેડિકલ ચેકએપ થઈ રહ્યુ છે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.આ કેસમાં ચાર શખ્સોની પૂછપરછ પણ શરૂ કરાઈ છે 10 દિવસના રિમાન્ડ પર રહેલા ચાર આરોપીઓનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થયા પછી તેમની પૂછપરછ શરૂ થશે. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ થાય તેવું મનાય છે. પેપરલીક કાંડમાં મુખ્ય સુત્રધાર એવો યશપાલ હજુ ફરાર છે. તે શખ્સ જ દિલ્હીથી પેપર લઈને આવ્યો હતો. પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પેપરલીક કાંડમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા બાદ ગત સાંજે જજને ત્યાં રજૂ કર્યા હતા. તેમજ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ સમયે આરોપીઓએ જજ સમક્ષ પોતાનો પક્ષ જાતે જ રજૂ કર્યો હતો. જજે તમામ આપોરીઓને સાંભળ્યા હતા. આરોપીઓએ કોઈ વકીલ રોક્યો ન હતો. તેથી મફત કાનૂની સહાય હેઠળ વકીલની વ્યવસ્થા કરી હતી. જોકે વકીલ ન આવતાં આરોપીઓએ જાતે જ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જજે 10 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

(2:02 pm IST)