Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમદાવાદ BRTS કોરીડોરમાં ઘુસતા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવાનું શરૂ :29 બસ સ્ટેશન એનપીઆર કેમેરાથી સજ્જ

અમદાવાદ: બીઆરટીએસ કો‌રિડોરમાં ઘૂસતા ખાનગી વાહનચાલકોને ઈ મેમો ફટકારાવાનું શરુ કરાયું છે એલ કોલોની બાદ વધુ ર૯ બસ સ્ટેશનને એએનપીઆર કેમેરાથી સજ્જ કરાયા છે. આ તમામ કેમેરાને ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જોડી દેવાયા હોઇ છેલ્લા ૮ દિવસથી ટ્રાફિક પોલીસ જે તે ખાનગી વાહનચાલકના નંબર પ્લેટના ફોટાના આધારે ઇ-મેમો ફટકારી રહી છે.

  અનેક વાર બીઆરટીએસ કો‌િરડોરમાં જ ગેરકાયદે ઘૂસનારા ખાનગી વાહનોથી ટ્રાફિકજામ થતાં એકસાથે પાંચથી છ બીઆરટીએસ બસ સળંગ લાઇનમાં ઊભી રહેલી નજરે પડે છે. આને અટકાવવા તંત્ર દ્વારા બીઆરટીએસના એલ કોલોની ઉપરાંત વધુ ર૯ બસ સ્ટેશન પર એએનપીઆર કેમેરા લગાવાયા છે.

(1:19 pm IST)