Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની લિફ્ટ ફરીવાર બગડી :પ્રવાસીઓને હાલાકી

અવારનવાર ખોટવાતી લિફ્ટથી લોકોમાં નારાજગી :કર્મચારી ભાગી ગયો :પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો

અમદાવાદ :સ્ટેચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી જવાની લિફ્ટ આજે  ફરી એકવાર ખોટકાતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગત રવિવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટ બંધ થતાં પ્રવાસીઓએ પોતાના પૈસા રીફન્ડ માંગતા હોબાળો કર્યો હતો અને ત્યાં હાજર કર્મચારીઓ ભાગી જતા પોલીસ સાથે રકઝક થઇ હતી.

 પોલીસે પ્રવાસીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પર જવાની લિફ્ટ સતત ત્રીજી વાર ખોટકાઈ છે. હજારોની સંખ્યામાં દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ તેના કારણે પરેશાન થઇ રહ્યા છે

  ગત 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. રંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓએ ઘણી હલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવા માટે ટિકિટ કલેક્શન માટેની અગવડથી લઈને બાઉન્સર્સ સાથે પ્રવાસીઓની માથાકુટનો મુદ્દો ઘણો ઉછળ્યો હતો.

(12:46 pm IST)