Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સ્વામિનારાયણ ભગવાન કારતક વદ અગીયારસે 'નીલકંઠવર્ણી' બનેલાઃ સુરત ગુરૂકુળમાં ઉજવણી

સુરત ગુરૂકુળ (વેડ રોડ)માં ભગવાન સ્વામિનારાયણ 'નિલકંઠવર્ણી' બન્યાના દિવસની સ્મૃતિરૂપે સંતોની હાજરીમાં ઉજવણી થયેલ તે પ્રસંગની તસ્વીર.

 

રાજકોટ તા.૪: માત્ર અગિયાર વર્ષની ઉંમરે ઘર છોડીને વનની વાટે નીકળેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે નિલકંઠનો વેશ ધારણ કરેલો. ઉઘાડા પગ, પહેરવા એક જ વસ્ત્ર, પુસ્તક, માળા, શાલીગ્રામ, તુંબડી, દોરી, મુંજની મેખવા જ સાથે લીધેલા એ બાળપ્રભુજી વર્ણીના વેશે આમથી રરપ વર્ષ પહેલા ભારતના ચાર ધામ મ્હાલેલું બદ્રીનારાયણ ધામે પધારેલ.

બદ્રીનારાયણના પુજારીએ કાર્તિકસુદી એકાદશીએ અન્ન જમાડેલ. પૂજીત કરેલ. પછીથી નીલકંઠવર્ણી એકલા જ બરફથી આચ્છાદિત હિમાલયની ગહન યાત્રા બદરીકાશ્રમ ધામ પ્રતિ કારતક વદ-એકાદશીએ પ્રસ્થાન કરેલ. આ દિવસથી રરપ વર્ષની પાવન સ્મૃતિએ વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગઇકાલે શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજને મહંત સ્વામિશ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામિએ વર્ણીનો વેશ ધારણ કરાવેલ હતો.

શ્રી પ્રભુજી સ્વામીના કહેવા અનુસાર આ સ્મૃતિને હરિભકતો સંતો અને વિદ્યાર્થીઓ ચિંતન કરતા રહે એ અર્થે બે કલાક સુધી સંતોએ તુલસીદલ તથા ગુલાબની પાંખડીઓથી ભગવાનનંુ  પુજન કરેલ. હરિભકતો તથા સંતોએ ભગવાનના વનવિચરણના ભકત ચિંતામણી ગ્રંથમાંના પ્રકરણોનું સાથે ગાન કરેલ. પૂજારીશ્રી વિવેકસ્વામિ તથા શ્રી વિશ્વવંદન સ્વામિએ વનનું દ્રશ્ય ઉભું કરી ભગવાનને નીલકંઠવર્ણીનો વેશ ધારણ કરાવેલ.

આ પ્રસંગે રપ પચ્ચીસ ઉપરાંત સંતોએ વૃક્ષના પાંદડા અને ફુલોથી અચ્છાદિત આરતી દીપ પ્રગટાવી તથા મહંત સ્વામીએ પચ્ચીસ જયોતની આરતી શેરડીના સાંઠામાં ગોઠવેલ તે આરતી ઉતારી ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવેલ.

બપોરે ૩ થી પ.૩૦ દરમ્યાન પૂજન કરાયેલ. પછીથી ભગવાનની પાલખીપણ નિકળેલ. સાંજે ૬.૪૫ કલાકે સાંય મહા નિરાજન -આરતી, સ્તુતિ, પ્રાર્થના, કીર્તન, ધૂન તથા સત્સંગ થયેલ. રાત્રે ૮.૩૦થી ૧૧ દરમ્યાન સંગીત સાથે કિર્તનોનું ગાન અને રાસ સાથે જાગરણ કરવામાં આવેલ હતું.(૧.૬)

(12:44 pm IST)