Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સુરત :કાપોદ્રામાં હીરાના યુનિટમાં મજુરીના ભાવ ઘટતા 800 કારીગરોએ વિજળીક હડતાલ પાડી

કંપનીની બિલ્ડીંગ સામે ઉભા રહીને આ કારીગરોએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત :કાપોદ્રા ચાર રસ્તા પર આવેલા હીરાના યુનિટ ધામેલીયા બ્રધર્સમાંના ૮૦૦ થી ૧૦૦૦ જેટલા કારીગરોએ એકાએક હડતાલ પાડી હતી. કંપની મેનેજમેન્ટ મજૂરીના ભાવમાં નંગ દીઠ રૂપિયા ૧૦ થી ૧૨ નો ઘટાડો કરતા અને બોનસ કાપી નાખતાં કારીગરો કામ કરવાનું ઇનકાર કર્યો હતો. પગારમાં ૨૫ ટકાથી વધુનો ઘટાડો આ ભાવ ઘટાડાના કારણે આવતો હોવાથી નારાજ થયેલા કારીગરો નીચે ઉતરી ગયાં હતા.

  કાપોદ્રા ચાર રસ્તા ઉપર આવેલા હીરાના મોટા મેન્યુફેક્ચરિંગ એકમોના ૮૦૦થી વધુ કારીગરો રોડ પર આવી ગયા હતા.કંપનીની બિલ્ડીંગ સામે ઉભા રહીને આ કારીગરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારીગરોએ ભાવ ઘટાડાના મુદ્દે માલિકો સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ તે સ્વીકાર આવ્યો નહોતો.

(12:25 pm IST)