Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

બીલીમોરા :બે-બે વખત પરણેલા નરાધમે 12 વર્ષની સગીરાને ધમકાવી ચાર વખત પીંખી નાંખી :ધરપકડ

ફોસલાવી ઝાડીમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું :સિલસિલો કાયમી બનાવી દીધો :માતાને મારી નાખવાની ધમકી આપી દેહ પીંખતો

બીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો) અને બળાત્કારનો ગુનો નોંધી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો છે.

  બીલીમોરા પંથકમાં રહેતી ધોરણ.પમા અભ્યાસ કરતી ૧ર વર્ષિય વિદ્યાર્થીની નિશા (નામ બદલ્યું છે)ને તલોધ ગામની પાણીની ટાંકી પાસે આવેલી નવી નગરીમાં રહેતો અને મજૂરી કામ કરતો સુરેશ પરભુભાઈ કુંકણા(ઉ.વ.૪૦)એ ગત ગણેશ ચતુર્થીનાં બીજા દિવસે પોતાનાં ઘરે પાસેથી જતી હતી. ત્યારે બોલાવી ફોસલાવી પાછળની ઝાડીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું

   આ સિલસિલો ત્યારબાદ કાયમી બનાવી દીધો હતો. સુરેશ કુંકણાએ નિશાને ધમકાવતા કહ્યું હતું કે, જો તું નહીં માને અને કોઈને આ વાત કરીશ, તો તને અને તારી માંને હું જાનથી મારી નાંખીશ. આ નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી હતી.

(12:19 pm IST)