Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કાલે ગાંધીનગરમાં હાર્દિક પટેલ અનામત મુદ્દે પરેશ ધાનાણી સાથે ખુલ્લી ચર્ચા કરશે

અમરેલી જીલ્લામા ૨૦માંથી ત્રણ દિવસ પદયાત્રા-મહિલાં સંમેલન

રાજકોટ, તા.૪: પાટીદાર અનામત આંદોલનને વધુ વેગ વંતુ કરવા માટે ધોરાજી ખાતે ''પાસ''ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતમાં ''પાસ''ની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઠવામા આવ્યા હતા.

જે અંગે હાર્દિક પટેલે''અકિલા''ને જણાવ્યું હતું કે કાલે ગાંધીનગર ખાતે બપોરે ૧ વાગ્યે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ઘાનાણીના ઘરે જઇને અનામત આંદોલન મુદ્દે જવાબ મંગાશે અને ખુલ્લી ચર્ચા કરવામાં આવશે.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે તા.૨૦ થી ૨૨ સુધી ત્રણ દિવસ માટે અમરેલી જીલ્લામાં પાટીદાર અનામત આંદોલન માટે પદયાત્રા કરાશે અને તા.૨૩ના રોજ અમરેલીમાં ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

(12:09 pm IST)