Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખેડૂતોને પૂરતો પાક વીમો અપાવવા પ્રયત્ન, સૌરભ પટેલને સંકલન સોપાયુ : વિજય રૂપાણી

સરકાર ધરતીપુત્રોની ચિંતા કરે છે : 'અકિલા' સાથે મુખ્યમંત્રીની વાતચીતઃ ટેકાના ભાવે ખરીદેલી મગફળી હરરાજીથી વેચવામાં આવશે

રાજકોટ તા. ૪ : રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકોનો મળવાપાત્ર વીમો પૂરતા પ્રમાણમાં અને વહેલી તકે અપાવવાનું આશ્વાસન આપ્યું છે. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી હોવાનું તેમનું કહેવું છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આજે અકિલા સાથેની વાતચીતમાં પાક વીમા અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, આ વર્ષે વરસાદ ઓછો થયો છે. ખેડૂતોને પૂરતો પાક વીમો અપાવવા સરકારના પ્રયાસો છે. વીમા કંપનીઓ તેમજ કેન્દ્ર સરકાર સાથે સંકલન સહિતની જરૂરી કાર્યવાહી માટે ઉર્જા મંત્રી સૌરભ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂતોને વહેલી તકે સંતોષકારક વીમો મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ મગફળી અંગે જણાવેલ કે, ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. સરકારે ખરીદેલી મગફળી હરરાજીથી વેચવામાં આવશે. ખરીદેલી મગફળી અને સરકાર જે ભાવે મગફળી વેચે તે બે વચ્ચેના તફાવતની રકમ (નુકસાની) સરકાર ભોગવશે. સરકાર મગફળીમાંથી તેલ કાઢે તેવી કોઇ વિચારણા નથી.(૨૧.૧૨)

(11:50 am IST)