Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મહારાષ્ટ્ર પહોંચ્યું પ્રથમ સ્થાને

ઇ-વે બીલ બાબતે નવેમ્બરમાં ગુજરાતે ગુમાવ્યું પ્રથમ સ્થાન

અમદાવાદ તા.૪: આ વર્ષે એપ્રિલમાં ઇ-વે બીલ બનાવવાનું ફરજીયાત બનાવાય પછી ગુજરાત સતત પ્રથમ સ્થાને રહ્યું હતું. પણ નવેમ્બરમાં ગુજરાતને પાછળ છોડીને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જો કે નિષ્ણાંતોના મતે આમ બનવાનું કારણ દિવાળીની રજાઓ છે.

રાજયના વાણિજય કર વિભાગ દ્વારા અપાયેલા આંકડા અનુસાર નવેમ્બરમાં ગુજરાતમાં ૨૬.૦૮ લાખ ઇ-વે બીલ બન્યા હતા જે મહારાષ્ટ્ર દ્વારા બનેલા ૨૬.૧૩ લાખની સરખામણીમાં ઓછા હતા. આંકડાઓ દ્વારા એ પણ જાણવા મળ્યું કે ઓકટોબરમાં ૪૧.૬૩ લાખ ઇ-વે બીલની સામે નવેમ્બરમાં ૩૭.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ચેક પોસ્ટના જોઇન્ટ કમિશ્નર આર.આર. પટેલે કહયું કે આનું મુખ્ય કારણ ગુજરાતમાં દિવાળીની રજાઓ દરમ્યાન ધંધાર્થીઓ એક અઠવાડીયું બંધ રહેવાનું છે. આ ઉપરાંત મંદીનો માહોલ પણ આ ઘટાડામાં ભાગ ભજવી ગયો છે.(૧.૯)

ઇન્ટરસ્ટેટ ઇ-વે બીલ

મહિનો

ગુજરાત (લાખમાં)

મહારાષ્ટ્ર (લાખમાં)

એપ્રિલ

૪૨.૦૩

૨૯.૪૮

મે

૩૭.૬૭

૩૦.૭૫

જુન

૩૧.૦૪

૨૯.૫૪

જુલાઇ

૨૫.૬૪

૨૬.૪૧

ઓગષ્ટ

૩૬.૯૮

૩૨.૦૯

સપ્ટે.

૩૫.૦૦

૩૦.૬

ઓકટો.

૪૧.૬૩

૩૩.૧૪

નવેમ્બર

૨૬.૦૮

૨૬.૧૩

(11:50 am IST)