Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નવસારીમાં રોબોટ 2.0 ફિલ્મના સાઉન્ડમાં ખામી :વારંવાર અટકી પડતા દર્શકોનો હોબાળો

સિનેમા ઘરના સંચાલકોએ શો બંધ કરી દેતા ટીકીટના પૈસા પાછા મેળવવા હોબાળો

નવસારીના સિનેમા ઘરમાં રજનીકાંતની રોબોટ 2.0 ફિલ્મનો સાઉન્ડ બરાબર ન હોવાને કારણે વારંવાર અટકી પડી હતી. આખરે સિનેમા ઘરના સંચાલકોએ શો બંધ કરી દેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોએ ટીકીટના પૈસા પાછા મેળવવા હોબાળો કર્યો હતો. 500 કરોડ ઉપરની ફિલ્મ હોવા છતા નવસારીના એક થીએટરમાં જ્યારે નોર્મલ ફિલ્મ હોય તેમ અટકી પડી હતી. જેથી સિનેમા સંચાલકોની વિશ્વસનિયતા પર સવાલો ઉઠ્યા હતા અને લોકો રોષે ભરાયા હતા.

  ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ ફિલ્મનો રાજા હોવાથી ફિલ્મ આ વર્ષની સૌથી મોટી બમ્પર ઓપનર બનશે તેવું વિચારતા હતા, પણ એવું બન્યું નથી. ઉપરથી ફિલ્મ બાહુબલીનો ભારતમાં પહેલા દિવસનો રેકોર્ડ તોડશે તેવી વાતો પણ માત્ર સૂરસૂરિયુ નીકળી હતી

 . જોકે બાહુબલી ધ કન્કલુઝન પણ પહેલા દિવસે ફિલ્મ હેપ્પી ન્યૂ યેરનો કિર્તીમાન નહોતી તોડી શકી. એ રેકોર્ડ 50 કરોડની પહેલા દિવસની કમાણી સાથે આ વર્ષની સૌથી નબળી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાને તોડ્યો હતો.

(9:37 pm IST)