Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અંકલેશ્વર GIDCમાં GPCBની ડ્રાઈવ :ગેરકાયદે વેસ્ટ વહન કરનારાઓમાં ફફડાટ

જીપીસીબી દ્વારા પોલીસને સાથે રાખીને શંકાસ્પદ ટેન્કરો રોકી તપાસશરુ કરાઈ

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગેરકાયદે વેસ્ટ અને એફલૂઅન્ટની હેરાફેરી કરતાં ઉદ્યોગકારો સામે ફરીથી જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ફરીથી ડ્રાઈવ શરૂ કરવામાં આવતાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં દેડધામ મચી હતી.

  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદે એફલુઅન્ટ-વેસ્ટ વહન કરનારાઓ સામે જીપીસીબીએ ફરી લાલ આંખ કરી છે. અને ડ્રાઈવનાં ભાગરૂપે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જીપીસીબી દ્વારા પોલીસને સાથે રાખીને શંકાસ્પદ ટેન્કરો રોકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જીપીસીબીની આ કામગીરીને લઈને ગેરકાયદે વેસ્ટ-એફલૂઅન્ટની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

(8:01 pm IST)