Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો કોલસાનો બોજોનાખવા મંજૂરી આપી

અમદાવાદઃ ગુજરાત સરકારે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રુપના વીજળી ઘરોને રાહત આપતા કોલસાની ઉંચી લાગતનો બોજો ગ્રાહકના માથે નાખવાની મંજૂરી આપી દીધી. શનિવારે આ આદેશ જાહેર કરવામાં આવ્યો. સૂત્રો દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે ટાટા પાવર, અદાણી પાવર (4600 મેગાવોટ) અને એસ્સાર પાવરે (1320 મેગા વોટ) આયાત કરેલ કોલસાની ઉંચી લાગતનો ભાર પરિવહન કરવા માટે વ્યવસ્થા કરવા કહ્યું હતું.

જેની પુષ્ટિ કરતા ટાટા પાવરે સોમવારે મુંબઈ શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું કે કંપની ગુજરાત સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો સ્વીકાર કરવાના પ્રસ્તાવનો સ્વાગત કરે છે. આનાથી મોટા ત્રણ પ્લાન્ટને રાહત મળશે જ્યાંથી 10 હજાર મેગાવોટ વીજળી જનરેટ થાય છે પરંતુ ઈન્ડોનેશિયાથી આયાત થતા કોલસાની કિંમતમાં અચાનક વધારો અને કેટલાક રાજ્યોએ વધુ ટેરિફ ચૂકવવાની ના પાડી દીધી હોય વીજળીના પ્લાન્ટ્સે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું હતું

(8:06 pm IST)