Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રાજ્યમાં શિયાળાનું વધતું પ્રભુત્વ : ઠંડીમાં વધારો : કંડલા એરપોર્ટમાં ૧૨.૨ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી

નલિયામાં ૧૨.૮, ડીસામાં ૧૩.૪, મહુવામાં ૧૪ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં શિયાળાએ આખરે હવે પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. અને ઠંડીમાં વધારો થયો છે અમદાવાદમાં ૧૫ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો રહ્યો હતો વાદળ છાયું વાતાવરણ થઇ ગયું હતું. આગામી દિવસોમાં ઠંડીમાં હજુ વધારો થાય તેવી પૂરી સંભાવના છે.


   ગત રાત્રિએ કંડલા એરપોર્ટમાં ૧૨.૨ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. બીજી તરફ નલિયામાં ૧૨.૮, ડીસામાં ૧૩.૪, મહુવામાં ૧૪ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ પૂર્વથી દક્ષિણપૂર્વની દિશાનો પવન છે. આગામી ચાર દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે.

(11:18 am IST)