Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તમારા વીકેન્ડનો ખાસ બનાવવુ હોય તો અમદાવાદથી દિવની રોડ ટ્રીપની મજા માણો

અમદાવાદઃ તમે રોજબરોજના જીવનથી કંટાળ્યા હોવ તો થોડે દૂર ફરવા જવુ હંમેશા રોમાંચક પુરવાર થાય છે. જો તમારી પાસે માત્ર બે-ત્રણ દિવસની રજા હોય તો કંઈ ખાસ પ્લાન કરવાના ઓપ્શન નખી હોતા. તમારા વીકેન્ડને ખાસ બનાવવું હોય તો તમે અમદાવાદથી દીવની રોડ ટ્રિપ પ્લાન કરી શકો છો.

અમદાવાદથી દીવનું રોડ ડિસ્ટન્સ 362 કિ.મી છે. આથી તમે 6થી 8 કલામાં દીવ પહોંચી શકો છો. આ દરમિયાન આસપાસના નજારા જોઈને તમારો થાક ઉતરી જશે. રસ્તા પર આવતા ઢાબામાં તમે ટેસ્ટી ફૂડ પણ માણી શકો છો. દીવ પહોંચ્યા બાદ તમે આ જગ્યાઓ જોવાનું ન ચૂકતા.

આ દીવની સૌથી લોકપ્રિય જગ્યા છે. તે સાંસ્કૃતિક હેરિટેજનો એક સારો દાખલો છે. આ અદભૂત ચર્ચ 1601માં બનાવાયુ હતુ. દર વર્ષે હજારો ટૂરિસ્ટ આ ચર્ચની મુલાકાતે આવે છે.

ગોમતી માતા બીચ દીવના પશ્ચિમ ભાગમાં છે. આ ખાસ્સો લોકપ્રિય બીચ છે. તેની આસપાસનો માહોલ, સમૃદ્રની લહેરો અને સફેદ રેતી જોઈને અહીં આવનારા ટૂરિસ્ટ મંત્રમુગ્ધ થઈ જાય છે.

અરબ સાગરના કિનારે આવેલો દીવ ફોર્ટ પોર્ટુગીઝ આર્કિટેક્ચરનો શાનદાર નમૂનો છે. આ ફોર્ટ 1535માં દીવને મોગલોના હુમલાથી બચાવવા બનાવવામાં આવ્યો હતો. આજે આ ફોર્ટ ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

આ ગુફા દીવ ફોર્ટની દીવાલો બહાર ફેલાયેલી છે. જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.

(4:35 pm IST)