Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વાડી ગામની સગીરા સાથે શારીરિક સુખ માણી ગર્ભવતી બનાવનાર યુવાન સામે બળાત્કાર નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના વાડી ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચે ગર્ભવતી બનાવી સગીરાએ એક બાળકીને જન્મ આપતા યુવાન સામે બળાત્કાર અને પૉસ્કોનો ગુનો દાખલ થયો છે
 પ્રાપ્ત માહિતી અનુસાર વાડી ગામની 17 વર્ષીય સગીરાને ગામના જ હિતેશ દિનેશભાઈ તડવી નામના યુવાને પાચ વર્ષથી પ્રેમ જાળમાં ફસાવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણી ગર્ભવતી બનાવી હોય આ સગીરાએ રાજપીપળા સિવિલમાં એક બાળકીને જન્મ આપતા કેવડીયા પોલીસે હિતેશ તડવી સામે પોસ્કો અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:11 pm IST)