Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમદાવાદની એલ.ડી. એન્‍જિનિયરીંગ કોલેજના આઇ.ટી.ના વિદ્યાર્થીને માઇક્રોસોફટ કંપનીમાં 28 લાખના પગારની ઓફર

વિશ્વ કાકડીયા ગુજરાતમાં 28 લાખના પેકેજના પગારની નોકરી મેળવનાર પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી

અમદાવાદઃ અમદાવાદની એલ.ડી. એન્‍જિનિયરીંગ કોલેજમાં પ્‍લેસમેન્‍ટ યોજાતા આ કોલેજનો આઇ.ટી.નો વિદ્યાર્થી વિશ્વ કાકડીયાને માઇક્રોસોફટ કંપનીમાં 28 લાખના વાર્ષિક પેકેજના પગારની નોકરી મળી છે. અન્‍ય વિદ્યાર્થીઓને પણ જુદી-જુદી ફેકલ્‍ટી વાઇઝ જોબની ઓફર મળેલ છે. ગુજરાતમાં 28 લાખના પેકેજની નોકરી મેળવનાર પ્રથમ વિદ્યાર્થી છે.

ગુજરાતની કોલેજોમાં હવે કેમ્પસ ઈન્ટરવ્યૂનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ જોબ મળે છે. આવામાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજનુ પ્લેસમેન્ટ ચર્ચામા આવ્યુ છે. કારણ કે, અહીંના આઈટીના વિદ્યાર્થીને 28 લાખના પેકેજની ઓફર થઈ છે. તેને માઈક્રોસોફ્ટમાં નોકરી મળી છે.

આ વિદ્યાર્થીનુ નામ વિશ્વ કાકડિયા છે. જેને માઈક્રોસોફ્ટમાં 28 લાખનુ પેકેજ ઓફર થયુ છે. ખાસ વાત તો એ છે કે, વિશ્વ કાકડિયા ગુજરાતી માધ્યમની શાળામાં ભણ્યો હતો. જેના બાદ તેણે એલડી એન્જિનિયરીંગમાં આઈડીમાં એન્જિનિયરીંગની ડિગ્રી લીધી હતી. માઈક્રોસોફ્ટ કંપનીમાં ત્રણ રાઉન્ડના ઈન્ટરવ્યૂ બાદ તે પાસ થયો હતો, અને તેને આ પેકેજ ઓફર થયુ છે. તે નિકોલની ગુજરાતી માધ્યમની ઉમા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. તેના બાદ તેણે ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જનિયરીંગ કર્યુ હતું. જેના બાદ તેણે ડિગ્રી માટે એલ.ડી.એન્જિનિયરિંગમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લીધુ હતું.

એલડી એન્જનિયરીંગ માટે ગર્વની વાત

જોકે, એલડી એન્જનિયરીંગ માટે આ ગર્વની વાત છે. કારણ કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને આટલુ મોટુ પેકેજ ઓફર થયુ નથી. કોલેજના 74 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર 28 લાખનુ પેકેજ ઓફર થયુ હોય છે.

પોતાને મળેલી ઓફર વિશે વિશ્વ કાકડિયા આ પ્રગતિ માટે પ્રેક્ટિકલ જ્ઞાનને મહત્વ આપે છે. તેણે કહ્યું કે, મેં ભણવાની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ જરૂરી છે. જેના માટે મેં પ્રોડક્ટ બેઝ આઈટી કંપનીમાં છ મહિનાની ઈન્ટર્નશિપ કરી હતી. મને તે અનુભવ બહુ કામમાં આવ્યો હતો. તે કારણે જ હુ ઈન્ટરવ્યૂ સરળતાથી ક્રેક કરી શક્યો હતો. મારા ગોલ સેટ હતા, તેથી જ હું ઓફર મેળવી શક્યો છું.

આઈટીમાં સૌથી વધુ 132 વિદ્યાર્થીને જોબની ઓફર

પ્લેસમેન્ટ 2022માં પાસ થયેલા 743 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3.5 લાખથી 12 લાખની વચ્ચેનું સરેરાશ જોબ પેકેજ ઓફર થયું છે. એલ.ડી.ના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જર અને પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડો. વી. પી.પટેલે જણાવ્યું છે કે, ઈસીમાં 81, ઈલેક્ટ્રિકલમાં 71, આઈસીમાં 62, આઈટીમાં 132, મિકેનિકલમાં 101, એન્વાયરમેન્ટમાં 13, રબર ટેકનોલોજીમાં 20, ટેક્સટાઈલમાં 12, પ્લાસ્ટિકમાં 12 વિદ્યાર્થીને જોબ ઓફર થઈ હતી.

(5:24 pm IST)