Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડોદરાના રોકી ઉપાધ્‍યાયએ મેડિકલ ક્ષેત્રને અનુલક્ષીને પીએચડી રીસર્ચ કર્યુ

બોર્ન ફ્રેકચરમાં તબિબોને મળી શકશે રાહત

વડોદરા તા. ૪: રાજસ્‍થાનના સિરોહી જીલ્લામાં આવેલી માધવ યુનિવર્સિટી એન્‍જિનીયરીંગ એન્‍ડ ટેક્‍નોલોજી વિભાગમાંથી શોધકર્તા રોકી ઉપાધ્‍યાયએ  હાઇબ્રીડ એપ્રોચ ફોર બોર્ન ફ્રેકચર ડિટેક્‍કશન યુઝિંગ એડ્‍જ અને હોફલાઇનના વિષય પર મહાશોધ નિબંધ લખ્‍યો છે. તેમણે આ નિબંધ પ્રોફેસર ડો. પ્રકાશ સિંઘના માર્ગદર્શન અને સહયોગથી પુરો કરી સફળતા મેળવી છે. ૨૦૧૮માં શોધકર્તાએ પોતાનું નામાંકન પીએચડી પદવી માટે મોકલ્‍યું હતું. તેમની મહાશોધ નિબંધની યાત્રા૨૦૨૨માં પુર્ણ થઇ છે. મેડિકલ ક્ષેત્રમાં એન્‍જીનીયરીંગની એડવાન્‍સ ટેક્‍નોલોજીનો ઉપયોગ કરી બોર્ન ફ્રેકચરના તબિબ વધુ સારી રીતે દર્દીની સારવાર આપી શકે તેવા ઉદ્દેશ સાથે આ સંશોધન કરાયું છે.

(4:14 pm IST)