Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ગુજરાતમાં કોળી સમાજનું વિધાનસભાની 40 બેઠકોમાં પ્રભુત્વ: કોળી મતદારોની સંખ્યા કયા રાજ્યમાં કેટલી?

અમદાવાદ :સૌરાષ્ટ્રના કોંગ્રેસના મોટાગજાના નેતા અને કોળી સમાજના ધરખમ આગેવાન કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે ભાજપે કુંવરજીભાઇ બાવળિયાને મંત્રી બનાવીને ગુજરાતમાં કોળી સમાજને પોતાની સાથે કરવાનો પ્રયાસ કર્યો છે.
   ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે કોળી સમાજનું પ્રભુત્વ રાજ્યમાં અને દેશભરમાં કેટલું છે અને કઈ બેઠક પર તેના સમાજની કેટલી સંખ્યા છે ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ હોય તેવી વિધાનસભાની 40 બેઠકો છે. ગુજરાતમાં કોળી મતદારોની ટકાવારી 32 ટકાથી વધારે છે. જ્યારે સમગર દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 27 ટકા, UPમાં 20 ટકા, બિહારમાં 20 ટકા, છત્તીસગઢમાં 12 ટકા, ઝારખંડમાં 20 ટકા, મધ્ય પ્રદેશમાં 15 ટકા કોળી છે

(9:05 pm IST)