Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

તેલના ભાવ પ્રશ્ને કોંગ્રેસ 'ઉકળી': વિધાનસભામાં હોબાળો

ભાજપ સરકાર તેલિયારાજાઓ પાસેથી ફાળો લેતી હોવાના આક્ષેપથી સન્નાટોઃ નીતિન પટેલે આક્ષેપો ફગાવ્યાઃ કાયદો વ્યવસ્થા પ્રશ્ને પુંજાભાઇના પ્રહારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૪: આજે વિધાનસભા ગૃહમાં ખેડૂતોને પૂરતા ભાવો મગફળીના મળતા નથી અને તેલના ડબ્બાના ભાવ ભડકે બળતા ભાવો અંગે વિરોધપક્ષના શૈલેષ પરમાર અને હર્ષદ રીબડીયાએ આકરા પ્રહારો કર્યા હતા. આ મુદ્દે હોબાળો થયો હતો. સુત્રોચાર સાથે દેકારો મચી ગયા હતા.

શૈલેષ પરમારે એક તબક્કે ભારે આક્રોશ પૂર્વક જણાવ્યું કે ભાજપ સરકાર તેલના ડબ્બાનો ભાવ વધારો કરી તેલીયા રાજાઓ પાસેથી ચૂંટણી ફંડ લેવામાં આવે છે.

આ ઉચ્ચારણોથી સતાધારી પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે વિરોધપક્ષ માત્ર ખોટા નિવેદનો કરવાનું બંધ કરો.

રાજ્યગૃહમંત્રીએ શૈલેષ પરમારનો ચૂંટણી ફંડના શબ્દો ગૃહના રેકર્ડ ઉપરથી દૂર કરવા માંગણી કરી હતી  જે  માંગણી વિધાનસભા અધ્યક્ષે સ્વીકારી શબ્દો રેકર્ડ ઉપરથી દૂર કર્યા હતા.

પ્રશ્નોતરી પુરી થયા બાદ નિયમ ૧૧૬ ની તાકીદની અગત્યની બાબત ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરતા પહેલા કોંગ્રેસના પુંજાભાઇ વંશે સત્તાધારી પક્ષને પર પ્રહારો કરતા જણાવ્યુ કે પ્રજાને છેતરવાનું બંધ કરો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી બગડી છે. અહંકાર અને ઘમંડમાંથી બહાર આવો તેમ બોલતા મુખ્યમંત્રી પણ એક તબકકે ઉભા થઇ આક્રોશ પૂર્વક પ્રહારો કરવા ગયા પરંતુ ગૃહમાં ભારે દેકારો અને સુત્રોચ્ચાર ચાલતો હતો થેી તેઓ પોતે બેસી ગયા હતાં.

આ પ્રશ્ને વિરોધ પક્ષ દ્વારા ગૃહમાં ભારે સુત્રોચાર કરવામાં આવ્યા હતાં. આમ બન્ને પક્ષ દ્વારા સામ સામે તૂતૂ મેં મે જોવા મળી હતી.

(4:12 pm IST)
  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક : કેરળ,પુડુચેરી અને તામિલનાડુની સીટ માટે ચર્ચા થશે :પાર્ટી તબક્કાવાર ઉમેદવારોના નામની કરશે જાહેરાત : પશ્ચિમ બંગાળના ઉમેદવારોની યાદી સોમવાર બાદ જાહેર થવા સંભવ :બંગાળ વિધાનસભાના 60 ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુક્યાનું મનાય છે access_time 12:31 am IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST

  • રાજ બબ્બર રાજકારણ છોડી રહ્યા છે: ફિલ્મ જગતમાં ફરી સક્રિય બનવાની ભારે અફવા યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ વડા રાજ બબ્બરે ફિલ્મ જગતમાં ફરીથી એન્ટ્રી કરવા માટે ઘણા બોલિવૂડ પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા છે. અફવા એવી છે કે તેઓ રાજકારણ છોડશે. access_time 9:21 am IST