Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

નવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે, ફી મુદ્દે સ્પષ્ટતા જરૂરીઃ વાલી મંડળની માંગણી

રાજકોટઃ રાજય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલમાં આવ્યા બાદ અને હાઇકોર્ર્ટે રાજય સરકારના ફી નિયમનને યોગ્ય ગણાવ્યા બાદ વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે અને ફી મુદ્દે સ્પષ્ટતા કરે જેથી વાલીઓની હેરાનગતી બંધ થાય. સ્કુલોને ૩ સપ્તાહમાં ફી નિર્ધારણ માટે દરખાસ્ત કરી દેવા આદેશ કરી દીધો છે પરંતુ ત્રીજા કવાર્ટરની નવી ફી ભરવા અંગે વાલીઓ મુંઝવણમાં મુકાયા છે ત્યારે સરકાર સ્કુલોને ત્રીજા કવાર્ટરની ફી ન લેવા અને નવી ફી નક્કી ન થાય ત્યાં સુધી વાલીઓ ઉપર દબાણ ન કરવા આદેશ કરે તેવી વાલીઓએ રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે.

(5:25 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST