Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જાણીતા ગઝલકાર ખલિલ ધનતેજવીને નરસિંહ મહેતા એવોર્ડ અપાશે :શરદ પૂર્ણિમાએ પૂ,મોરારીબાપુના હસ્તે એનાયત કરાશે

પૂ. મોરારીબાપુની પ્રેરણાથી ગુજરાતી વિદ્યમાન કવિને દર વર્ષે અપાતો નરસિંહ મહેતા એવોર્ડ આ વર્ષે ખલીલ ધનતેજવીને આપવાનો નિર્ણય નરસિંહ મહેતા સાહિત્ય નિધિએ લીધો છે. પ્રણાલિકા પ્રમાણે, શરદ પૂર્ણિમાના દિવસે આ એવોર્ડ પૂ.બાપુના હસ્તે આ લોકપ્રિય ગઝલકારને અપાશે.

લોકપ્રિય, નિવડેલા કવિને ગુજરાતી ભાષાનો ગૌરવવંતો નરસિંહ મહેતા પુરસ્કાર આપવાનું નક્કી થયું છે. તલગાજરડામાં ચાલી રહેલા સંસ્કૃત પર્વના અંતિમ દિવસે આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી હતી. દર વર્ષે જુનાગઢમાં રુપાયતન ખાતે આ એવોર્ડની અર્પણવિધી હોય છે.

આ અગાઉ, કવિ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત,સુરેશ દલાલ, રમેશ પારેખ, ભગવતી કુમાર શર્મા, ભાનુપ્રસાદ પંડ્યા,અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, જલન માતરી અને ચીનુ મોદી સહિતના સર્જકોને આ એવોર્ડ એનાયત થઇ ચૂક્યો છે.

(9:19 pm IST)