Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વટવામાં સગીરે છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કર્યું

બનાવને પગલે વિસ્તારમાં ચકચાર

અમદાવાદ, તા.૩ : અમદાવાદ શહેરના વટવા વિસ્તારના સદભાવના નગર આવાસમાં ૧૭ વર્ષના સગીરે માત્ર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો. બાદમાં ઘટનાની જાણ થતા વટવા પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી. સમગ્ર કેસની હકીકત અને પ્રાથમિક તપાસ બાદ વટવા પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોધી આખરે ૧૭ વર્ષના સગીર છોકરાની ધરપકડ કરી છે. તો બીજીબાજુ, ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ૧૭ વર્ષની સગીર દ્વારા માત્ર છ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજયમાં વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં દુષ્કર્મ અને બળાત્કારની અનેક ઘટનાઓ અને બનાવો સામે આવી રહ્યા છે, જેમાં નાની બાળકીઓ અને યુવતીઓ ભોગ બની રહી છે ત્યારે સભ્ય સમાજમાં પણ હવે આ મુદ્દે ગંભીર ચર્ચા શરૂ થઇ રહી છે અને સમાજમાં દિન પ્રતિદિન આ પ્રકારના નોંધાતા બનાવો લાલબત્તી સમાન છે, તેથી આવા બનાવોને નાથવા સામાજિક જાગૃતિ અને પહેલ પણ જરૂરી બની ગઇ છે.

(8:48 pm IST)