Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વિરમગામની દસલાણા પ્રાથમિક શાળામાં ભોજનખંડનું લોકાર્પણ કરાયું

ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા આવનારી પેઢી માટે શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ:અમદાવાદ જીલ્લાના  વિરમગામ તાલુકાના દસલાણા ગામ ખાતે દસલાણા પ્રાથમિક શાળામાં નવીન બનાવેલ ભોજનખંડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ના વરદ હસ્તે શાળાના ભોજન ખંડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

   આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યા માં ઉપસ્થિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા આવનારી પેઢી માટે શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું  હતું.

(7:21 pm IST)