Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

આણંદના જુના મોગરી રોડ પર પાંચ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા લોકોની ઊંઘ હરામ બની

આણંદ:શહેરના જૂના મોગરી રોડ અને હોટલ ઓરીજોના પાછળી આવેલી સોસાયટીઓમાં પરમદિવસની રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ પાંચ જેટલા બંધ મકાનોના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બંધ મકાનોમાં કીમતી માલમત્તા ના હોય કશુંય ચોરાવા પામ્યુ નથી જેને લઈને કોઈ ફરિયાદ થવા પામી નથી. જો કે તસ્કરોના આ આંતકને લઈને આ વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વરસાદની મોસમ ફરી એકવાર બરાબર જામી છે અને છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે તસ્કરોએ પણ જાણે કે માથુ ઉંચક્યું હોય તેમ દરરોજ રાત્રીના સુમારે ચોરીઓ કરવા માટે નીકળી પડે છે. જૂના મોગરી રોડ પાછળ આવેલી બાપા સીતારામ મઢુલીની આસપાસની રાધે, અનમોલ વગેરે સોસાયટીઓને નિશાન બનાવી રહ્યા છે. પરમદિવસની રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને એકી સાથે પાંચ જેટલા બંધ મકાનોના તાળા તોડીને અંદર ઘુસ્યા હતા જો કે સોના-ચાંદીના દાગીના, રોકડ કે કોઈ કિંમતી સામાન ઘરોમાં ના હોવાને કારણે તસ્કરોને પણ હાથફેરો પડ્યો હતો. 

(5:41 pm IST)