Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મોડાસા: ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક જાબચિતરીયા સિમ નજીક પરપ્રાંતીય શખ્સને પોલીસે બે બંધુક સાથે ઝડપ્યો: બે સાગરીત ફરાર થઇ જતા પોલીસમાં દોડધામ મચી જવા પામી

મોડાસા:ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ના જાબચીતરીયા ગામની સીમમાંથી એક પરપ્રાંતીય શખ્શ બે બંદૂકો સાથે ઝડપાઈ જતાં અને સાગરીત આરોપી પોલીને થાપ આપી ભાગી છુટતા જ જિલ્લાની પોલીસમાં દોડધામ મચી હતી. જયારે પરવાના વગરની ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયેલ શખ્શને હવાલાતે કરી જિલ્લા એસઓજી પોલીસે ફરાર અન્ય એક પરપ્રાંતીય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રતનપુર એક પોસ્ટ ખાતે પણ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. ગત રવિવારના રોજ જિલ્લા એસઓજી ટીમ ના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર જે.કે.રાઓલ તથા પોસઈ પી.આર. જાડેજા સહિતની ટીમો દ્વારા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું હતું.તે દરમ્યાન રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલ જાબચીતરીયા ગામની સીમમાંથી પસાર થતાં બે ઈસમો શકમંદ હાલતમાં જણાતાં જ પોલીસ ટીમે પડકાર્યા હતા.પોલીસ જોઈ આ બે ઈસમો પૈકી એક ઈસમ ભાગી છુટયો હતો.જયારે અન્ય એક ઈસમ કાન્તી હુરજીભાઈ અસારી (રહે.ડેમત,આડાધર,તા.ખેરવાડા,ઉદેપુર) નાઓને બે ગેરકાયદેસર બંદૂકો સાથે શકમંદ હાલતમાં ઝડપી પડાયો હતો.એક તરફ આતંકી હુમલાની આશંકાઓને લઈ હાથ ધરાયેલ કડક ચેકીંગ વચ્ચે વગર પરવાના ની ગેરકાયદેસર બે બંદૂકો સાથે પરપ્રાંતીય શખ્શ ઝડપાતા જ પંથકની પ્રજામાં ફફડાટ ફેલાયો હતો.જિલ્લ એસઓજી પોલીસે આ પરપ્રાંતીય શકમંદ શખ્શને હવાલાતે કરી ભાગી છુટેલ અન્ય સાગરીત હાંજાભાઈ રામાભાઈ અસારી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:37 pm IST)