Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કઠલાલમાં કારોબારી અધ્યક્ષ પર ચાર શખ્સોએ જમીન અંગે હુમલો કરતા અરેરાટી: પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદ:કઠલાલ શહેરમાં રસ્તા અંગે કઠલાલ પાલિકાના કારોબારી અધ્યક્ષ પર ચાર વ્યક્તિઓએ જમીન અંગે હિચકારો હુમલો કર્યો હતો.જમીન અંગે સામાન્ય બોલાચાલી બાદ વાત વણસતા મારમારીમાં પરીણમી હતી.

કઠલાલ શહેરમાં આવેલ કઠલાલ-બાલાસિનોર રોડ પર આવેલ ઉમિયા સ્કુલ પાસે સોસાયટીના જવા-આવવાના રસ્તા અંગે કઠલાલ પાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પટેલ સાથે ચાર વ્યક્તિઓએ બોલાચાલી કરી  હતી.બોલાચાલી ઉગ્ર બનતા સુભાષભાઇ મણીભાઇ પટેલ ઉશ્કેરાઇ ગયા હતા.અને રાજેન્દ્રભાઇ પટેલને એક્ટિવા ઉપર પાડી દઇ મારમાર્યો હતો. તેમજ નિલેશભાઇ અને સાગરભાઇ આવી રાજેન્દ્રભાઇને લોખંડની પાઇપથી મારમારવામાં આવ્યો હતો. 

(5:35 pm IST)