Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

આવતા અઠવાડીયે પણ વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે : હાલમાં ૨૫% શકયતા

આ સપ્તાહમાં અલગ - અલગ દિવસે વરસતો રહેશે

રાજકોટ, તા. ૩ : આવતા સોમવાર સુધી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસે મેઘો વરસશે. દરમિયાન આવતા અઠવાડીયે વધુ એક સિસ્ટમ્સ બની રહી છે જેની અસરથી આવતુ અઠવાડીયુ પણ મેઘસવારી જારી રહેશે પરંતુ હાલમાં તેની શકયતા ૨૫ ટકા છે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે.

ગઈકાલે એક લોપ્રેશર બન્યુ છે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર થયેલ છે. તેને આનુસંગિક અપરએર સાયકલોનીક  સરકયુલેશન દરીયાની સપાટીથી ૭.૬ કિ.મી. ની ઉંચાઈ પર છવાયેલ છે. આજે વધુ મજબૂત થાય તેવી શકયતા છે.

ઈસ્ટ વેસ્ટ સિઅરઝોન ૧૮ ડિગ્રી નોર્થ વચ્ચે ૩.૧ કિ.મી. થી ૫.૮ કિ.મી.ની ઉંચાઈ પર સક્રિય છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન કચ્છ પરની ઉંચાઈ પર છવાયેલ છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૧.૫ કિ.મી.ની ઉંચાઈ પર પૂર્વ મધ્યપ્રદેશ તેને લાગુ છત્તીસગઢ, દક્ષિણ પૂર્વ ઉત્તરપ્રદેશ પર છવાયેલ છે.

ચોમાસુધરીનો પશ્ચિમી છેડો જેસલમેર, ગુણા, ઉમરીયા, ડાલ્ટનગંજ, બાંકુરાથી લો પ્રેશર સેન્ટરથી ઉત્તર પશ્ચિમ બાય ઓફ બેંગાલની ખાડીમાં દરીયાની સપાટીથી ૦.૯ કિ.મી. ની ઉંચાઈ પર લંબાયેલ છે.

તા.૯ સપ્ટેમ્બર સુધી રાજયના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે ઝાપટા, હળવો, મધ્યમ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર - કચ્છના વિસ્તારો કરતા ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારૂ એટલે કે વધુ રહેશે. ઈસીએમડબલ્યુએફ વેધર મોડલ પ્રમાણે તા.૯ બાદ તુરંત વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવી હાલમાં ૨૫ ટકા શકયતા હોવાનું જણાવાયુ છે.

(11:43 am IST)