Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજ્યમાં એક મહિનામાં વીજકરંટ લાગતા 14 લોકોએ જીવ ગુમાવ્યો :ગણપતિની મૂર્તિ લઈ જતાં 3નાં મોત

 

અમદાવાદ : ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળીને કુલ 14 લોકોનાં વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અંકલેશ્વરમાં ગણેશ સ્થાપના દરમિયાન વીજ કરંટથી ત્રણ લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વરમાં એક સાથે કુલ સાત લોકોને વીજકરંટ લાગ્યો હતો. પરંતુ અન્ય લોકોને સારવાર અર્થે ખસેડાતાં તેમના જીવ બચી ગયા હતા.

વીજ કરંટ લાગવાથી થયેલાં મોતમાં

-ભરૂચમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે 2 લોકોનાં મોત
-પાદરમાં શ્રીજીના આગમન નિમિત્તે યુવકને કરંટ લાગતાં મોત
-બોરસદમાં ગેરકાયદે વીજ પોલના તારના કરંટથી વિદ્યાર્થીનું મોત
-વડોદરામાં દામોદરદાસ જ્વેલર્સના માલિકને વીજ કરંટ લાગતાં મોત
-વ્યારામાં ગર્લ્સ હોસ્ટેલમાં લીલા નાળિયેર પાડતી વખતે વિદ્યાર્થીનીનું મોત
-રાજકોટ સેલરમાંથી પાણી કાઢતી વખતે વીજ કરંટથી યુવાનનું મોત
-બોપલમાં કરંટ લાગતાં પુત્રને બચાવવા જતાં માતાનું મોત
-અમદાવાદના વટવા જીઆઈડીસીમાં કરંટથી એક યુવાનનું મોત
-સંતરામપુરમાં ધ્વજવંદન વખતે થાંભલો ઊંચો કરવા જતાં 2 વિદ્યાર્થીઓનાં મોત
-મોડાસામાં જન્મદિવસે યુવકને કરંટ લાગતાં મોત
-સુરતના મોરા ગામમાં મંડપ બાંધતાં યુવકનું મોત

(10:50 pm IST)