Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આણંદમાં જુદા-જુદા ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી 16 શખ્સોની ધરપકડ કરી

આણંદ:અને વહેરાખાડી ગામેથી પોલીસે દરોડાઓ પાડીને ૧૬ જુગારીઓને ૧૬ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. આણંદમાં ત્રણ સ્થળોએથી ૧૨ જુગારીઓ ઝડપાયામળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસને માહિતી મળી હતી કે, સરદારગંજમા ંઆવેલા ફાયરબ્રીગેડના ઓટલા પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે બાબુભાઈ સોતાજી મારવાડી તથા સુનીલભાઈ રાજુભાઈ માવીને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૭૬૦૦ જપ્ત કર્યા હતા. 

 


બીજા દરોડામાં પોલીસે લોટીયા ભાગોળના દિવળી માતાવાળા ફળિયામાં છાપો મારીને કમલેશભાઈ ફતાભાઈ લુહાર, અજયકુમાર ખોડાભાઈ ગોહેલ, કનુભાઈ ગોરધનભાઈ ગોહિલ, કનુભાઈ હરમાનભાઈ ગોહેલ, જગદીશભાઈ ફતેસંગભાઈ પરમાર, સુનીલભાઈ સંજયભાઈ ગોહેલ તથા હર્ષદભાઈ ઉર્ફે જીગો સોમાભાઈ ગોહિલને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૫૧૫૦ જપ્ત કર્યા હતા. 

ત્રીજા દરોડામાં સરદારગંજ વિસ્તારમાં આવેલ સરદાર ગંજ બેંકની બાજુમાં પોલીસે દરોડો પાડીને સુરેશભાઈ પાંચીયાભાઈ વસાવા, કિરણકુમાર નટવરલાલ પંચોલી તથા જીથરાભાઈ નાથુભાઈ મકવાણાને ઝડપી પાડીને તેઓની પાસેથી દાવ પર તેમજ અંગજડતીમાં કુલ ૧૬૩૦ રૂપિયા જપ્ત કર્યા હતા. જ્યારે ખંભોળજ પોલીસે વહેરાખાડી ગામની ગેબનશાપીરની દરગાહ નજીક છાપો મારીને સલીમભાઈ અશરફભાઈ મલેક, ઈમ્તીયાઝભાઈ મહંમદમીંયા મલેક, ફારૂકભાઈ મનુભાઈ મલેક તથા પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીને જુગાર રમતાં ઝડપી પાડીને ૧૮૬૦ની રોકડ રકમ જપ્ત કરી હતી.

(2:37 pm IST)