Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

નડિયાદમાં પોલીસે દરોડા પાડી 11 જુગારીઓની ધરપકડ કરી

નડિયાદ:રામ તલાવડી તેમજ ચલાલી સીમમાંથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૧ ઈસમોને ઝડપી પાડી જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્ચિમ પોલીસે ગઈકાલે નડિયાદ રામતલાવડી અલ્પેશ લાઈનીંગ પાછળ દરોડો પાડતા પત્તા પાનાનો હારજીતનો શ્રાવણીયો જુગાર રમતા છ જણાં ઝડપાઈ ગયા હતા જેમાં અનિલભાઈ અંબાલાલ પટેલ, વિઠ્ઠલભાઈ કાળાભાઈ, ભરત મનસુખ શર્મા, દિલીપ ભવાનભાઈ ગામીત, મુકેશગીરી, ભરત કૈલાસગીરી ગોસાઈ, ઠાકોર મફતભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી પત્તા પાના જુગાર રમવાના સાધનો, દાવ પરથી રૂપિયા ૧૮૪૫૫ તેમજ અંગજડતીમાં રૂપિયા ૯૬૩૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૪,૭૫૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ ઉપરાંત ચકલાસી પોલીસે ચલાલી નવાપુરામાં દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા કિરીટભાઈ મંગળભાઈ તળપદા, સતીષ બચુભાઈ તળપદા,પારસ દિનેશભાઈ, અશોકભાઈ રામાભાઈ તથા અજીત રમેશભાઈ તળપદાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપર તેમજ અંગજડતીમાં મળી કુલ રૂપિયા ૨૪૭૦ રોકડા કબજે કર્યા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(2:37 pm IST)