Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવતા બે મહિલા સહીત ત્રણની ધરપકડ :અમદાવાદ સાયબર સેલનો સપાટો :

દેશના 11 રાજ્યોમાં કોલ કરીને અનેક સાથે ઠગાઈ :આરોપીઓ પાસેથી 500 જેટલા નંબર મળ્યા :એક લેપટોપ,13 મોબાઈલ અને વિવિધ કંપનીઓના 184 સીમકાર્ડ જપ્ત

અમદાવાદ સાયબર સેલ દ્વારા દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવતા ૨ મહિલા સહીત ૩ આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમા દેશના ૧૧ રાજ્યોમાં કોલ કરી અનેક લોકોને લૂંટી લીધા છે.આરોપીઓ પાસેથી ૫૦૦ જેટલા નંબર પણ મળી આવ્યા હતા.

   સાયબર સેલે આરોપીઓ પાસેથી ૧ લેપટોપ, ૧૩ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના ૧૮૪થી વધુ સીમકાર્ડ જપ્ત કર્યા હતા.આરોપી કોલ સેન્ટરમાંથી બેંક ધારકોના નંબરો પર ડમી નંબરોથી ફોન કરતા હતા.અને બેન્ક અધિકારીની ઓળખ આપી તેમનું ક્રેડિટ કાર્ડ વેરીફીકેશન કરવાનું છે તેમ કહી તેમની પાસેથી ઓટીપી મળેવી લેતા હતા.અને બાદમાં અઢળક રૂપિયા પડાવી લેતા હતા.

 

(9:28 am IST)