Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સાબરકાંઠાના ગઢોડાના હાર્દિક પટેલના સમર્થકો રથ સાથે પગપાળા અમદાવાદ આવવા નીકળ્યા:મોટી સંખ્યામાં પાટીદારોની અટકાયત

હાર્દિક પાણી પીતો થાય એ માટે માનતા માની હતી:પોલીસે સમર્થકોને દોડાવી દોડાવી માર માર્યો

સાબરકાંઠાના ગઢોડા ગામમાં હાર્દિક પટેલના સમર્થકો રથ સાથે હાર્દિકના સમર્થનમાં પગપાળા અમદાવાદ આવવા નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી.  પગપાળા નીકળેલા પાટીદારોને રોકવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

પોલીસે સમર્થકોને દોડાવી દોડાવી માર માર્યો હતો.   પોલીસે મોટી સંખ્યામાં પાટીદારોની અટકાયત કરી હતી. જોકે, પાટીદારોએ કહ્યું હતું કે અમે માનતા પુરી કરવા માટે માતાજીના દર્શને જઇ રહ્યા હતા ત્યારે પોલીસે અમારી અટકાયત કરી છે. અમે હાર્દિક પાણી પીતો થાય એ માટે માનતા માની હતી. જેને કારણે ગઇકાલે હાર્દિકે પાણી પીતા અમે માનતા પુરી કરવા માટે માતાજીના દર્શને જઇ રહ્યા હતા.

(8:59 pm IST)