Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રાજ્યના 33 જિલ્લાના 174 તાલુકામાં વરસાદ :માંગરોળમાં સૌથી વધુ

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં પડેલાં સરેરાશ વરસાદની વાત કરીએ તો, 33 જિલ્લાના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના માંગરોળમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

   ઓગસ્ટ માસના ત્રણ દિવસમાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો અત્યાર  સુધીનો કુલ વરસાદ 51.49 ટકા નોંધાયો છે. સીઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવો 1 તાલુકા, 51થી 100 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 15 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 69 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 108 તાલુકા જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યાં હોય તેવા 42 તાલુકા, 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 16 તાલુકાઓ છે.

(9:50 pm IST)