Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મોડી વરસાદ છતાં મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વાવણીમાં વધારો

અમદાવાદ :સમગ્ર ગુજરાતમા સારો વરસાદ થતા ખેડૂતોમા ખુશી જોવા મળી રહી છે. ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. શરૂઆતમા વરસાદ ખેંચાતા ખેડૂતોમા ચિંતા પ્રસરી હતી, પરંતુ છેલ્લા એક સપ્તાહમા સારા વરસાદનેકારણે વાવણીમાં વધારો થયો છે. મોડે મોડે સારા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી વધી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા વરસાદ થતા ખેડૂતોએ વાવણીમાં વધારો થયો છે. પરંતુ ડાંગર જેવા પાક માટે હજી સામાન્ય વાવણી જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લે જાહેર કરવામા આવેલા આંકડાઓ પર નજર કરીએ તો....

    ડાંગર 3.28 લાખ હેક્ટર વિસ્તારમા વાવણી, જે સામાન્ય કરતા 41 ટકા છે

    બાજરી 1.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી, જે સામાન્ય કરતા 93 ટકા છે

    જુવાર 23 હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી, સરેરાશની સામે 39 ટકા વાવણી

    મકાઈ 2.90 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી, જે 92 ટકા વાવણી છે

    અન્ય ધાન 4.86 ટકા વાવેતર 1000 હેક્ટરમાં થયુ

કઠોળના પાકમાં...

    તુવેર 1.86 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી, સરેરાશના 64 ટકા વાવણી

    મગ 26 હજાર હેક્ટર વિસ્તારમા વાવણી, સરેરાશના 26 ટકા વાવણી

    અડદ 62 હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી, સરેરાશના 42 ટકા વાવણી

    મઠ 5 હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી મળી, જે 21.89 ટકા વાવણી

    અન્ય કઠોળ 1 હજાર હેક્ટરમાં 19.38 ટકા વાવણી

    કઠોળની કુલ વાવણી 49 ટકા થઈ

    મગફળી 13.87 લાખ હેક્ટર વાવણી, જે 88 ટકા થઈ

    તલ 39 હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી, જે 36 ટકા થઈ

    સોયાબીન 93 હજાર હેક્ટર વિસ્તારમા વાવણી, જે 69 ટકા થઈ

    દિવેલા 49  હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી, 8.76 ટકા થઈ

    અન્ય તેલીબીયા 2 હજાર હેક્ટરમાં વાવણી, 53.26 ટકા થઈ

    કપાસ 23.76 લાખ હેક્ટર વિસ્તારમાં, 91 ટકા વાવણી થઈ

    ગુવારસીડ 52 હજાર હેક્ટર વિસ્તારમાં વાવણી, કુલ 28.24 ટકા થઈ

    શાકભાજી 1.42 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી, 62 ટકા થઈ

    ઘાસચારો 6 લાખ હેક્ટરમાં વિસ્તારમાં વાવણી, સરેરાશ 54.06 ટકા થઈ

    કુલ 58.17 લાખ હેક્ટર વિસ્તારમાં 68.63 ટકા વાવણી થઈ

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને છેલ્લે છેલ્લે મળેલા કેનાલની પાણીથી ડાંગરના પાકનો ધરૂ બચ્યો હતો. જોકે ચાલુ વર્ષે મોડા વરસાદને લીધે વાવેતર પ્રમાણમાં ઓછું થયુ છે, જેની સીધી અસર તેના ઉત્પાદન પર પણ પડશે.

(5:34 pm IST)