Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મેઘરાજ તાલુકામા બેડજ ગામની સીમમાં દીપડો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો

મેઘરજ:તાલુકાના ડુંગરોની ગિરિમાળામાં આવેલું બેડજ ગામની સીમમાં તબેલા પાસે  દિપડો દેખા દેતા લોકોએ બુમાબુમ કરી હતી. જેના લીધે દિપડો જંગલ તરફ નાસી ગયો હતો. જો કે દિપડાના ડરથી રહીશો પશુધનને બચાવવા રાત્રી ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં દિપડાના આંટાફેરાથી પાંજરૂં મુકવાની માંગણી સ્થાનિકો દ્વારા કરાઈ રહી છે પરંતુ અધિકારી આ બાબતને ધ્યાને જ લેતા ન હોવાથી રોષ ફેલાયો છે.

મેઘરજ નગર અરવલ્લીની ડુંગરોની ગિરીમાળાઓ વચ્ચે ઘેરાયેલું છે અને મેઘરજના  પ્રવેશ દ્વારે બેડઝ વૈયા સહિત પાંચ ગામડાઓ આવેલા છે. ગઈ કાલે બેડઝ ગામની સીમમાં ખેડૂત પુત્ર જોરાવરસિંહ ઝાલા પોતાના પશુધનને ખવડાવવા સમી સાંજે ખેતરમાં ઘાસ લેવા જઈ રહ્યા હતા ત્યારે બેડઝ ગામે તબેલાની બાજુમાં એક દિપડો પશુનું મારણ કરવા જતાં જોરાવરસિંહ ઝાલાએ દેખતાં બુમાબુમ કરી હતી બાદ આ દિપડો ગર્જનાઓ કરીને ડુંગરોમાં જતો રહ્યો હતો.

(5:30 pm IST)