Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ધાનેરામાં કર્ણાવતી ડેરીના સિલિન્ડરની પાઇપ ફાટતા આગ ભભૂકી

શોપિંગ સેન્ટરમાં એક અઠવાડીયામાં આગ લાગવાનો બીજો બનાવ

ધાનેરામાં શનિવારે વહેલી સવારે એક દુકાનમાં ગેસ બોટલની પાઇપ ફાટતા આગ ભભૂકી ઉઠી હતી જોકે ફાયર  બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતા આસપાસના વેપારીઓ અને લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.

   ધાનેરા શહેરમાં આવેલી કર્ણાવતી ડેરી નામની દુકાનમાં શનિવારે વહેલી સવારે અગમ્ય કારણોસર ગેસ બોટલની પાઇપ ફાટલા આગ લાગી હતી. આગને પગલે લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવાવની કામગીરી હાથ ધરતા દુર્ધટના ટળી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ જ શોપિંગ સેન્ટરમાં એક અઠવાડીયામાં આગ લાગવાનો આ બીજો બનાવ બન્યો છે.

(1:46 pm IST)