Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રાજયમાં સરેરાશ ૪૯ ટકા વરસાદ પડયોઃ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી

અમદાવાદઃ સુરતમાં  ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. રાજકોટમાં ગઈકાલે ૮ ઇંચ વરસાદ ખાબકયા બાદ આજે જનજીવન સમાન્ય થઇ રહ્યું છે. તો વડોદરામાં પૂર પછી હાલ કોઇ વરસાદ નથી. જયારે અમદાવાદમાં સવારથી સામાન્ય વરસાદી છાંટા પડી રહ્યા છે. તો વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી જામી છે. આજે પણ જિલ્લામાં વરસાદની હેલી યથાવત રહી છે. જિલ્લાના ઉપરવાસના કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

રાજયમાં અત્યાર સુધી સરેરાશ ૪૯ ટકા વરસાદ પડ્યો છે. જયારે આજે અને આવતી કાલે વધુ વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમરેલી, દીવ અને સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ્સ યથાવત રહેવાની છે.

(11:40 am IST)