Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ભિલોડામાં કરિયાણાના વેપારીની આંખમાં મરચાની ભૂક્કી નાખીને રોકડની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર ;સનસનાટી

ત્રણ શખ્શોએ પીછો કરીને વેપારીને આંતરીને લૂંટ કરીને રફુચક્કર

 

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કરિયાણાના વેપારીનો ત્રણ શખ્શો પીછો કરી તેની રહેણાંક સોસાયટીના વળાંકમાં આંતરી આંખમાં મરચાની ભૂકી નાખી ૯૮ હજાર ભરેલ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર તાહતા સનસનાટી મચી જવા પામી છે લૂંટની ઘટનાને પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી હતી. રાત્રીના સુમારે વેપારીઓના ટોળેટોળા ભિલોડા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા.

   આ અંગેની વિગત મુજબ ભિલોડાના નરસોલી રોડ પર આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ અંબાલાલ ભાઈ પટેલ ભિલોડા બજારમાં ઉમિયા કિરાણા નામની દુકાન ધરાવે છે ગુરુવારે રાત્રે રાબેતા મુજબ ૮ વાગે દુકાન બંધ કરી એક્ટિવા પર રૂપિયા ભરેલ બેગ ખભે લટકાવી ઘર તરફ આવી રહ્યા હતા શ્રીનાથ સોસાયટીના વળાંકમાં ત્રણ શખ્શોએ બાઈક પર પીછો કરી જ્યંતિભાઈ પટેલના ખબે ભરાવેલ બેગ ૨ શખ્શોએ ખેંચી નીચે પછાડી દઈ વેપારીએ પ્રતિકાર કરતા આંખમાં મરચાની ભૂકી નાખી ૯૮ હજાર ભરેલ બેગ લઈ ત્રણે શખ્શો ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા

 લૂંટનો ભોગ બનેલ વેપારીએ બુમાબુમ કરતા પરિવારજનો અને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા લૂંટની ઘટનાની જાણ ભિલોડા પોલીસને કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી જયંતીભાઈ પટેલની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:05 pm IST)