Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં નિવૃત આર્મી જવાનના ત્રાસથી કંટાળી શિક્ષિકાએ મોતને વ્હાલું કર્યું

અમદાવાદ:સાબરમતી વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ નિવૃત્ત આર્મી જવાન અને તેના મિત્રના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરીને ધમકી આપવામાં આવતી હતી એટલું જ નહી આરોપીએ તાજેતરમાં શિક્ષિકાના ફોટા સ્કૂુલના સ્ટાફને મોકલી આપ્યા હતા. સાબરતી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સાબરમતી વિસ્તારમાં રહેતી અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ તેજેન્દ્રનગરમાં રહેતા અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા કમલેશભાઇ પાટીલ અને તેમના મિત્ર નરેન્દ્ર ચૌહાણ સામે ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં ચાર વર્ષ અગાઉ શિક્ષિકાના ઘેર આર્મી જવાનનો પુત્ર ટ્યુશને આવતો હતો જેના કારણે તે અવાર નવાર ઘેર આવતો હોવાથી બન્ને વચ્ચે પ્રેમ સબંધ થયો હતો.

(4:58 pm IST)