Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ગામ છોડી ભાગેલા પ્રેમી પંખીડાને પકડી ગ્રામજનોએ આપી : સજા : બંનેને એકબીજાને જૂતાનો હાર પહેરાવવા મજબૂર કર્યા

મોં કાળુ પણ કરવાનું ફરમાન કરાયું;વિડિઓ વાયરલ ;અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો બનાવ

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે જેમાં પ્રેમી પંખીડાને પ્રેમ કરવાની ગ્રામજનો દ્વારા સજા અપાઇ રહી છે.

 પ્રેમ સબંધમાં ગામ છોડીને ભાગેલા પ્રેમી પંખીડાને પકડી લાવીને ગામની વચ્ચે સરેઆમ સજા કરાઇ જેમાં છોકરા છોકરીને એકબીજાને જૂતાનો હાર પહેરાવવા મજબૂર કર્યા અને આટલેથીજ ન અટકતા મોં કાળુ પણ કરવાનું ફરમાન કરાયું હતુ.

  જોકે  ગ્રામજનોએ તેમને કોઇ શારિરીક સજા કરાઇ નહી.આ વિડીયો બાદ પ્રેમીઓની સલામતી માટે તંત્ર શું પગલા ભરે છે તે જોવુ રહ્યુ.

(12:57 pm IST)